ઔરંગઝેબ વિવાદમાં નાગપુરમાં હિંસા બાદ 11 વિસ્તારોમાં  કર્ફ્યુ, 33 પોલીસકર્મીઓ થયા હતા ઘાયલ

ઔરંગઝેબના પુતળું બાળવામાં આવ્યા પછી હિંસા ફાટી નીકળ્યા બાદ મંગળવારે નાગપુરના 11 વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.સોમવારે સાંજે થયેલી

New Update
police nag

ઔરંગઝેબના પુતળું બાળવામાં આવ્યા પછી હિંસા ફાટી નીકળ્યા બાદ મંગળવારે નાગપુરના 11 વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.સોમવારે સાંજે થયેલી હિંસામાં 33 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જેમાં 3 ડીસીપીનો પણ સમાવેશ થાય છે.

Advertisment

પાંચ નાગરિકો પણ ઘાયલ થયા છે, જેમાંથી એક ICUમાં દાખલ છે.તોફાનીઓએ 12 બાઇક, અનેક કાર અને 1 JCB સળગાવી દેવાયા હતા. પોલીસે રમખાણોના આરોપસર 50 લોકોની ધરપકડ કરી છે.તે જ સમયે, સંભાજીનગરમાં ઔરંગઝેબના મકબરા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. કબર તરફ જતા રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. આવતા-જતા દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે.

Advertisment