Connect Gujarat
દેશ

દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટના પ્લેનમાં આગ લાગી, પ્લેન અને કર્મચારીઓ સુરક્ષિત

દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટના પ્લેનમાં આગ લાગી, પ્લેન અને કર્મચારીઓ સુરક્ષિત
X

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્ક કરાયેલા સ્પાઈસ જેટ એરક્રાફ્ટ Q400માં મંગળવારે સાંજે આગ લાગી હતી. એન્જિનમાં મેન્ટેનન્સ દરમિયાન આગ લાગી હતી. જેને તાત્કાલિક કાબૂમાં લાવવામાં આવી હતી. સદનસીબે આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી.

આ ઘટના સાથે જોડાયેલો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્લેનમાંથી જ્વાળાઓ જોવા મળે છે. સ્પાઈસ જેટના પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટના 25 જુલાઈના રોજ રાત્રે 8 વાગ્યે નોંધાઈ હતી. તેમણે કહ્યું કે એરપોર્ટ પર Q400 એરક્રાફ્ટની જાળવણી ચાલી રહી છે. ત્યારબાદ પ્લેનના એન્જિન નંબર 1નું ફાયર એલાર્મ વાગવા લાગ્યું અને પ્લેનમાંથી આગની જ્વાળાઓ બહાર આવવા લાગી.

એલાર્મ વાગતાં જ મેન્ટેનન્સ કામદારો સક્રિય થઈ ગયા. તેમણે ફાયર સ્ટિંગવિશરની મદદથી આગ બુઝાવી હતી. અગમચેતીના ભાગરૂપે ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી છે. એરલાઈન અનુસાર, Q400 એરક્રાફ્ટમાં 78થી 90 મુસાફરો બેસી શકે છે.

Next Story