દિલ્હી ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે શેડ્યૂલ જાહેર કર્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે 8મી ફેબ્રુઆરીએ પરિણામ આવશે. દિલ્હીમાં એક જ તબક્કામાં મતદાન થશે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીયક્ષેત્રે ગરમાવો આવી ગયો છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ દિલ્હીમાં ચૂંટણીને લઈને પ્રચારનો શંખનાદ ફૂંકવામાં આવ્યો છે.જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ પૂરી તાકાતથી પ્રચારમાં ઝંપલાવ્યું છે.તો કોંગ્રેસ દ્વારા પણ દિલ્હીમાં સતા હાંસલ કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થશે.તારીખ 5 ફેબ્રુઆરીએ મતદાન અને 8 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરવામાં આવશે.