દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. યાદીમાં 11 નામ છે. જેમાંથી છ એવા નેતાઓ છે જે ભાજપ કે કોંગ્રેસ છોડીને AAPમાં જોડાયા છે.બ્રહ્મસિંહ તંવર, બીબી ત્યાગી અને અનિલ ઝાએ તાજેતરમાં ભાજપ છોડી દીધું હતું. જ્યારે ઝુબેર ચૌધરી, વીર સિંહ ધીંગાન અને સુમેશ શૌકીન કોંગ્રેસમાંથી AAPમાં જોડાયા છે.
દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરી, 2025ના રોજ સમાપ્ત થાય છે. ચૂંટણી પંચ વર્તમાન ગૃહની પાંચ વર્ષની મુદત પૂરી થવાની તારીખ પહેલાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરે છે.છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી 2020 માં યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી અને 70 માંથી 62 બેઠકો જીતી હતી. ભારતીય જનતા પાર્ટી માત્ર 8 બેઠકો જીતવામાં સફળ રહી હતી, જ્યારે કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું ન હતું.