આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે બુધવારે વૃદ્ધો માટે સંજીવની યોજનાની જાહેરાત કરી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલે જાહેરાત કરી હતી કે 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત સારવાર મળશે.કેજરીવાલે સ્પષ્ટ કર્યું કે આ સારવાર તમામ વૃદ્ધો માટે મફત હશે,
પછી ભલે તેઓ કોઈપણ કેટેગરીમાં આવે.અગાઉ કેજરીવાલે વૃદ્ધો માટે 2500 રૂપિયા પેન્શન, ઓટો ડ્રાઇવર્સ માટે 5 લાખ રૂપિયા સુધીનો વીમો અને મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025ના રોજ પુર્ણ થાય છે. આગામી બે મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી 2020માં યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીએ પૂર્ણ બહુમતી મેળવી હતી અને 70 માંથી 62 બેઠકો જીતી હતી.