સચિન વાજેને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો, એન્ટિલિયા કેસમાં UAPA હેઠળ ટ્રાયલ થશે...

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહાર વિસ્ફોટકોથી ભરેલી એક સ્કોર્પિયો મળી આવતા મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી છે.

New Update
સચિન વાજેને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો, એન્ટિલિયા કેસમાં UAPA હેઠળ ટ્રાયલ થશે...

મુંબઈના પૂર્વ પોલીસ અધિકારી સચિન વાજેને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વાહનમાં બોમ્બ પ્લાન્ટ કરવા બદલ UAPA હેઠળ વાજેની કાર્યવાહીને પડકારતી અરજી કોર્ટે ફગાવી દીધી છે.સચિન વાજેને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો, એન્ટિલિયા કેસમાં UAPA હેઠળ ટ્રાયલ થશે..

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહાર વિસ્ફોટકોથી ભરેલી એક સ્કોર્પિયો મળી આવતા મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી છે. પોલીસના જણાવ્યા મુજબ કારની અંદરથી ધમકીભર્યો પત્ર પણ મળી આવ્યો છે, જેમાં તૂટેલા અંગ્રેજી અક્ષરમાં મુકેશ અંબાણી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ પત્રમાં લખ્યું હતું કે, 'નીતા ભાભી અને મુકેશ ભૈયા પરિવાર, આ એક ઝલક છે. આગલી વખતે આ પૂર્ણ થશે. તમારા આખા કુટુંબને ઉડાડી દેવાની વ્યવસ્થા કરવામાં આવી છે." જણાવી દઈએ કે, અંબાણીના નિવાસસ્થાન 'એન્ટિલિયા' નજીક કાર્મિકલ રોડ પર પાર્ક કરેલા વાહનમાં જેલેટીન મળી આવી હતી. આ કેસમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે, અને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આ મુખ્યત્વે ધમકી આપવા માટે કરવામાં આવ્યું છે. મુંબઈ પોલીસને સાંજના પાંચ વાગ્યે પહેલી માહિતી મળી, ત્યારબાદ સ્થાનિક પોલીસ આવી ગઈ. બાદમાં કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ સ્થાનિક ડીસીપી અને એસીપી સાથે બોમ્બ નિરોધક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. કારની અંદરથી વિસ્ફોટક સામગ્રીને સલામત રીતે બહાર કાઢવામાં આવી છે અને પોલીસે વાહનનો કબજો મેળવ્યો છે. સમગ્ર મામલે મુંબઈના પૂર્વ પોલીસ અધિકારી સચિન વાજેને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વાહનમાં બોમ્બ પ્લાન્ટ કરવા બદલ UAPA હેઠળ વાજેની કાર્યવાહીને પડકારતી અરજી કોર્ટે ફગાવી દીધી છે.

Latest Stories