દિલ્હી પોલીસને મળી મોટી સફળતા, 2000 કરોડનું કોકેઈન કર્યું જપ્ત

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને નશીલા પદાર્થો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં ફરી મોટી સફળતા મળી છે. રમેશ નગર વિસ્તારમાં એક ગોડાઉનમાંથી પોલીસે

drus
New Update

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને નશીલા પદાર્થો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં ફરી મોટી સફળતા મળી છે. રમેશ નગર વિસ્તારમાં એક ગોડાઉનમાંથી પોલીસે 2000 કરોડની કોકેઈન જપ્ત કરી છે. લગભગ 200 કિલો ડ્રગ્સ પોલીસના હાથે લાગ્યા છે. એક અઠવાડિયાની અંદર દિલ્હી પોલીસને મળેલી આ બીજી મોટી સફળતા છે. ગયા અઠવાડિયે મહિપાલપુરથી 560 કિલોગ્રામ કોકેઈન જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત લગભગ 5000 કરોડ રૂપિયા હતી.

આ જ 5000 કરોડના ડ્રગ્સ કેસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સિન્ડિકેટ સાથે જોડાયેલા સાતમા આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ અખલાખ છે જે યુપીના હાપુડનો રહેવાસી છે. અખલાખની પૂછપરછ બાદ જ સ્પેશિયલ સેલે દિલ્હીના રમેશ નગરમાં દરોડો પાડીને 200 કિલો કોકેઈન જપ્ત કરી છે.

#Delhi Police #big success #cocaine
Here are a few more articles:
Read the Next Article