અગ્નિ મેન તરીકે જાણીતા વૈજ્ઞાનિક ડો.રામ નારાયણના નિધન થી DRDOમાં શોકની લાગણી પ્રસરી

અગ્રવાલ અને તેમની ટીમે વર્ષ1989ના મે મહિનામાં પ્રોગ્રામ ડાયરેક્ટર તરીકે અગ્નિ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. તે એક ટૂંકાગાળામાં દુશ્મનને ભેદ કરવા માટે બનાવેલી બેલેસ્ટિક મિસાઈલ હતી

New Update
Dr Ramnarayan Agarwal

ભારત દેશના પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો.રામ નારાયણ અગ્રવાલનું નિધન થયું છે.તેમણે84 વર્ષની ઉંમરે હૈદરાબાદમાં અંતિમ શ્વાસ લીધા છે. DRDO ના અધિકારીઓના જણાવ્યા મુજબ તેઓ અગ્નિ મિસાઈલના પ્રથમ પ્રોગ્રામના ડાયરેક્ટર હતા. અને અગ્નિ અગ્રવાલ’ તેમજ અગ્નિ મેન’ તરીકે જાણીતા હતા. અગ્રવાલASLના ડાયરેક્ટર પદે થી નિવૃત્ત થયા હતા.

તેમણે બે દાયકા સુધી અગ્નિ મિસાઈલ પ્રોગ્રામ સફળતાપૂર્વક ચલાવ્યું હતું. તેમણે મિસાઈલની વોર હેડની રી-એન્ટ્રીકમ્પોઝીટ હીટ શીલ્ડબોર્ડ પ્રોપલ્શન સિસ્ટમગાઇડેન્સ અને કંટ્રોલ વગેરે પર જાતે જ કામ કર્યું હતું. આ ઉપરાંત તેમનું પદ્મશ્રી અને પદ્મભૂષણ થી પણ સન્માન કરવામાં આવ્યું હતું.

અગ્રવાલ અને તેમની ટીમે વર્ષ1989ના મે મહિનામાં પ્રોગ્રામ ડાયરેક્ટર તરીકે અગ્નિ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. તે એક ટૂંકાગાળામાં દુશ્મનને ભેદ કરવા માટે બનાવેલી બેલેસ્ટિક મિસાઈલ હતી. જેને ઓડિશાના કિનારે બાલાસોર ખાતેની ટેસ્ટ રેન્જથી લોન્ચ કરાઈ હતી. ડો.અગ્રવાલે1983 થી2005 સુધી અગ્નિ મિશનના પ્રોગ્રામ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.