/connect-gujarat/media/post_banners/45e922623bbbc7932fd4d2762c5e1b61e909f177855cfedda76b196bd3ae8d52.webp)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસીય અયોધ્યા મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી 15,700 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આટલું જ નહીં પરંતુ શ્રી રામની નગરી દેશના વિવિધ શહેરો માટે ભેટનું બોક્સ પણ ખોલશે. પીએમ મોદી દેશના અલગ-અલગ સ્ટેશનો પરથી ચાલતી 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. સાથો સાથ PM મહર્ષિ વાલ્મીકી આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું પણ અયોધ્યા ધામમાં ઉદ્ઘાટન કરશે.
PM મોદીએ ગઈકાલે એક પોસ્ટ કરી હતી કે, જેમાં મહર્ષિ વાલ્મીકી આંતરરાષ્ટ્રીય વિમાનમથકની કેટલીત તસવીરો શેર કરી હતી. આપને PM મોદીના કાર્યક્રમ વિશે વાત કરીએ તો તેઓ આજ સવારે 10:40 વાગ્યે એરપોર્ટ પર પહોંચતાની સાથે જ તેમનું સ્વાગત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય, બ્રિજેશ પાઠક અને તેમની સરકારના અન્ય મંત્રીઓ કરશે. આ પછી પીએમ મોદી NH-27, ધરમપથ અને રામપથ પર રોડ દ્વારા 15 કિલોમીટર લાંબો રોડ શો કરીને 11:30 વાગ્યે રેલવે સ્ટેશન પહોંચશે. રોડ શો દરમિયાન, શંખના ફૂંક વચ્ચે ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુનઃવિકાસિત અયોધ્યા ધામ જંકશન રેલ્વે સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત કરશે. તેમજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-નવી દિલ્હી, અમૃતસર-નવી દિલ્હી, કોઈમ્બતુર-બેંગ્લોર, મેંગલુરુ-મડગાંવ, જાલના-મુંબઈ અને અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ તેમજ અયોધ્યા-દરભંગા અને માલદા ટાઉન વચ્ચે 6 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દોડશે. બેંગલુરુ વચ્ચે 2 અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે.
રેલવે સ્ટેશનથી પીએમ મોદી 12.30 વાગે એરપોર્ટ પરત ફરશે અને તેનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ તેઓ બપોરે 1 વાગ્યે નજીકના મેદાનમાં જાહેર સભાને સંબોધશે. ત્યારબાદ તેઓ જાહેર સભામાં જ એરપોર્ટ સહિત રૂ. 1500 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.