PM મોદી 20-21 જૂને જમ્મુ કશ્મીરની મુલાકાતે,અમિત શાહે હાઇલેવલ બેઠક યોજી

જમ્મુ-કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગૃહમંત્રી અમિત શાહે રવિવારે દિલ્હીમાં બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે અધિકારીઓને આતંકવાદને કચડી નાખવા અને આતંકવાદીઓને મદદ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી

New Update
બેઠક

જમ્મુ-કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગૃહમંત્રી અમિત શાહે રવિવારે દિલ્હીમાં બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે અધિકારીઓને આતંકવાદને કચડી નાખવા અને આતંકવાદીઓને મદદ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.શાહે એમ પણ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં તમામ તીર્થસ્થળો અને પ્રવાસન સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા વધુ વધારવી જોઈએ.

વડાપ્રધાન મોદી 20 જૂને 21 જૂને યોગ દિવસના કાર્યક્રમ માટે શ્રીનગર જઈ રહ્યા છે.અમરનાથ યાત્રા પણ 29 જૂનથી શરૂ થઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને શાહે અધિકારીઓને યાત્રા રૂટ અને નેશનલ હાઈવે પર વધારાના દળો તહેનાત કરવા જણાવ્યું છે.

Latest Stories