દિલ્હી-NCR, હરિયાણા, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હતું અને તેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. બપોરે 2.50 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, ભૂકંપ દરમિયાન ગભરાશો નહીં, શાંત રહો. ટેબલની નીચે જાઓ અને તમારા માથાને એક હાથથી ઢાંકો. બહાર આવ્યા બાદ ઇમારતો અને વૃક્ષોથી દૂર રહો. આ સિવાય લિફ્ટનો ઉપયોગ ન કરો. જો તમે વાહનની અંદર હોવ, તો તેને રોકો અને ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી અંદર જ રહો.