દિલ્હી-NCR માં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રવિવારે બપોરે લગભગ 4 વાગ્યે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી.
ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનું ફરીદાબાદ હતું. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. NCRના ફરીદાબાદ, ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગુરુગ્રામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
2 અઠવાડિયામાં આ બીજી વખત છે કે જ્યારે દિલ્હી-NCRમાં ધરતી ધ્રૂજી. આ પહેલા 3 ઓક્ટોબરે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.