New Update
/connect-gujarat/media/post_banners/3da05a1e6d51d73a03d0946d00719578c8d82c57fb02a152515b41795d5e554c.webp)
દિલ્હી-NCR અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કાશ્મીર ઘાટીમાં સાંજે લગભગ 7.59 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 5.5 ની હોવાની માહિતી સામે આવી છે. આ સાથે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હોવાની વાત સામે આવી છે.
આ સાથે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારત, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાનના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો બીજી તરફ, પાકિસ્તાનના લાહોર અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની ઉંડાઈ એપી સેન્ટર કરતા વધારે હતી, જેના કારણે આંચકા દૂર દૂર સુધી અનુભવાયા હતા.