Connect Gujarat
દેશ

EDએ મની લોન્ડરિંગ કેસમાં કમલનાથના ભત્રીજાને મદદ કરનાર વ્યક્તિની કરી ધરપકડ..!

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રૂપિયા 354 કરોડની કથિત બેંક છેતરપિંડી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે.

EDએ મની લોન્ડરિંગ કેસમાં કમલનાથના ભત્રીજાને મદદ કરનાર વ્યક્તિની કરી ધરપકડ..!
X

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રૂપિયા 354 કરોડની કથિત બેંક છેતરપિંડી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના બિઝનેસમેન ભત્રીજા રતુલ પુરી અને અન્યનો સમાવેશ થાય છે.

બેંક ઓફ સિંગાપોરના પૂર્વ રિલેશનશિપ મેનેજર નીતિન ભટનાગરને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ મંગળવારે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. EDએ તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને 31 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

ઓગસ્ટ, 2019ની સીબીઆઈ એફઆઈઆર પછી મની લોન્ડરિંગ કેસ શરૂ થયો હતો. સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે કંપની મોઝર બેર ઈન્ડિયા લિમિટેડ (એમબીઆઈએલ) અને તેના પ્રમોટરોએ કથિત રીતે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા સાથે રૂ. 354.51 કરોડની છેતરપિંડી કરી છે. બેંકે સીબીઆઈને ફરિયાદ મોકલ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. રતુલ પુરી, તેના પિતા દીપક પુરી, માતા નીતા (કમલનાથની બહેન) બંને સામે CBI અને ED દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં રતુલ પુરીની 2019માં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તે હવે જામીન પર બહાર છે.

Next Story