ઉત્તરાખંડના કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી હરક સિંહ રાવતના ઘર પર EDના દરોડા

New Update
ઉત્તરાખંડના કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી હરક સિંહ રાવતના ઘર પર EDના દરોડા


ઉત્તરાખંડથી મોટા સામચાર સામે આવી રહ્યા છે. ઉત્તરાખંડના કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી હરક સિંહ રાવત વિરુદ્ધ EDએ તેમનાં ઘર પર દરોડા પાડ્યા છે આ સાથે જ મોટી કાર્યવાહી કરતાં ચંદીગઢ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં પણ દરોડા પાડ્યા છે. જણાવી દઈએ કે 3 રાજ્યોમાં હરક સિંહ રાવતના 12થી વધુ સ્થળો પર EDના દરોડા ચાલી રહ્યા છે.

આમાંથી એક કેસ જંગલની જમીન અને બીજો જમીન કૌભાંડ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે વિજિલન્સ વિભાગે ગયા વર્ષે ઓગસ્ટમાં આ મામલે કોંગ્રેસ નેતા હરક સિંહ રાવત વિરુદ્ધ પણ કાર્યવાહી કરી હતી. તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં ભારતીય જનતા પાર્ટીએ પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે હરક સિંહ રાવતને તેની કેબિનેટ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી 6 વર્ષ માટે બરતરફ કરી દીધા હતા. આ પછી હરક સિંહ રાવત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા.

Read the Next Article

હવામાન વિભાગે પૂર્વ રાજસ્થાનના જયપુર, કોટા, ભરતપુર, અજમેર અને ઉદયપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

છેલ્લા કેટલાક દિવસોથી રાજસ્થાનમાં સતત વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે ભારે વરસાદને કારણે પૂરનું જોખમ વધી ગયું છે. હવામાન વિભાગે સાવધાની રાખવાની ચેતવણી

New Update
yellq

છેલ્લા કેટલાક દિવસોથી રાજસ્થાનમાં સતત વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે ભારે વરસાદને કારણે પૂરનું જોખમ વધી ગયું છે. હવામાન વિભાગે સાવધાની રાખવાની ચેતવણી આપી છે.

સામાન્ય રીતે રેતાળ જમીન અને ગરમી માટે જાણીતા રાજસ્થાનમાં આ વર્ષે ચોમાસામાં અસાધારણ ગતિવિધિ જોવા મળી રહી છે. 1 જૂનથી 3 જુલાઈ દરમિયાન રાજ્યમાં સામાન્ય કરતાં 175% વધુ વરસાદ નોંધાયો છે, જે 66.3 મીમીની સામે 155.8 મીમી છે.

હવામાન વિભાગે 10 જુલાઈ  સુધી પૂર્વ રાજસ્થાનના જયપુર, કોટા, ભરતપુર, અજમેર અને ઉદયપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ રાજસ્થાનના જોધપુર અને બિકાનેરમાં પણ મધ્યમથી ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં પૂર અને પાણી ભરાવાની શક્યતા છે. બારન, ભીલવાડા, ધોલપુર, જાલોર અને પાલી જેવા જિલ્લાઓમાં વરસાદનું સ્તર સામાન્ય કરતાં અનેક ગણું વધુ રહ્યું છે. બારનમાં 448.8 મીમી, ભીલવાડામાં 361.6 મીમી અને ધોળપુરમાં 293.8 મીમી વરસાદ નોંધાયો છે.

પૂર્વ રાજસ્થાન જિલ્લાઓ જયપુર, કોટા, ભરતપુર, અજમેર અને ઉદયપુરમાં ભારે વરસાદથી નદીઓ, બંધો અને રસ્તાઓ પર અસર પડી શકે છે. ભારે વરસાદને કારણે પૂરનું જોખમ વધ્યું છે, ખાસ કરીને ધોળપુરમાં.પશ્ચિમ રાજસ્થાનના જોધપુર અને બિકાનેર જિલ્લામાં મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જોકે અહીં વરસાદની તીવ્રતા પૂર્વ રાજસ્થાન કરતા ઓછી છે, પરંતુ જાલોર અને પાલી જેવા જિલ્લાઓમાં પહેલાથી જ ભારે વરસાદ પડી ચૂક્યો છે.