New Update
/connect-gujarat/media/post_banners/af583d81363bfb7b1ca2142b6a45a4a0228a4e84fccc196c25120ebf7246fa09.webp)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો મંગળવારે બીજો દિવસ છે. PM આજે સવારે નર્મદા જિલ્લાના કેવડિયા પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલમાં જ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ સમયગાળા દરમિયાન યોજાયેલ પરેડમાં BSF અને પોલીસની માર્ચ ટુકડીઓએ ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પરેડનું નિદર્શન કર્યું હતું. આ પરેડમાં કેમલ માર્ચ અને હોર્સ માર્ચ સાથે IBPT, CRPF, BSF, NSG, NDRF, ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષા દળો વિવિધ કરતબો કર્યા હતા