ઈલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દિવસમાં 3 વખત ડાઉન થયુ, યુઝર્સ પરેશાન

ઈલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું) સોમવારે ત્રણ વખત ડાઉન થયું. આનાથી વિશ્વભરના વપરાશકર્તાઓ પરેશાન થયા.

New Update
x
ઈલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું) સોમવારે ત્રણ વખત ડાઉન થયું. આનાથી વિશ્વભરના વપરાશકર્તાઓ પરેશાન થયા.તે પહેલા બપોરે 3:30 વાગ્યાની આસપાસ અડધા કલાક માટે ડાઉન થયું. પછી સાંજે 7 વાગ્યાથી એક કલાક માટે બંધ રહ્યું. આ પછી તે રાત્રે 8:30થી 10:30 વાગ્યા સુધી બંધ રહ્યું.

મસ્કે ભારતીય સમય મુજબ રાત્રે 10:55 વાગ્યે પોસ્ટ કરી, 'X પર મોટા સાયબર હુમલાનો ભોગ બન્યું છે. અમે દરરોજ આવા હુમલાઓનો સામનો કરીએ છીએ, પરંતુ આ વખતે તે બહુવિધ સ્ત્રોતો દ્વારા કરવામાં આવ્યું છે. આ હુમલામાં કાં તો કોઈ મોટું જૂથ અથવા કોઈ દેશ સામેલ છે.યુઝર્સે વેબસાઇટ, એપ્લિકેશન અને સર્વર કનેક્શન વિશે ફરિયાદ કરી. દિવસભરમાં ડાઉન ડિટેક્ટર વેબસાઇટ પર ભારતમાંથી 3,000થી વધુ ફરિયાદો, USમાંથી 18,000થી વધુ અને UKમાંથી 10,000થી વધુ ફરિયાદો નોંધાઈ હતી.
Advertisment
Advertisment
Latest Stories