કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનએ કર્મચારીઓના PF ખાતા અંગે નવા નિયમો જાહેર કર્યા છે. આ ફેરફાર તમામ PF ખાતાધારકો માટે છે. જો તમે પણ એક PF એકાઉન્ટ હોલ્ડર છો તો તમારા માટે આ નિયમ રજૂ કરવામાં આવ્યા છે. EPFO એ PF ખાતામાં તેની વિગતો સુધારવા અને અપડેટ કરવા માટે કેટલાક નવા નિયમો રજૂ કર્યા છે.
EPFOએ નામ, જન્મ તારીખ જેવી અંગત માહિતી સુધારવા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) ગાઇડલાઇન જાહેર કરી છે. જે હેઠળ સભ્યોની પ્રોફાઈલ અપડેટ કરવા માટે SOP વર્ઝન 3.0ને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આ નવા નિયમ બાદ UAN પ્રોફાઇલમાં અપડેટ અથવા સુધારા માટે દસ્તાવેજો આપવા પડશે. આ સાથે જ ડિક્લેરેશન આપીને પણ અરજી કરી શકો છો.