દેશમાં આકરી ગરમી યથાવત, અમદાવાદ, આગરા, અજમેર, બાડમેર અને અલવર સહિત ઘણી જગ્યાએ પારો 45 ડિગ્રીથી વધુ નોંધાયો

New Update
હવામાન વિભાગે હિટવેવની કરી આગાહી, બે જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ

મે મહિનો પૂરો થવાનો છે, પરંતુ દેશમાં આકરી ગરમી યથાવત છે. દેશભરમાં તાપમાન રેકોર્ડ સ્તરે છે અને તેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ઘણી જગ્યાએ તાપમાન 40 થી ઉપર રહે છે. આ દરમિયાન, અમે તમને દેશના સૌથી ગરમ શહેર વિશે જણાવીએ, જ્યાં આજે ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો છે.

સોમવારે (27 મે) ના રોજ, અમદાવાદ, આગરા, અજમેર, બાડમેર અને અલવર સહિત ઘણી જગ્યાએ પારો 45 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. સોમવારે ફલોદીમાં 49.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સિવાય બાડમેરમાં 49.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે અત્યાર સુધીનું બીજું સૌથી વધુ તાપમાન છે.

હવામાન વિભાગે કહ્યું કે રાજસ્થાન, યુપી અને મધ્યપ્રદેશના ઘણા શહેરોમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે બાડમેરના ફલોદીમાં તાપમાનનો પારો 49 ડિગ્રીને પાર કરી ગયો હતો. તે જ સમયે, જેસલમેર, બિકાનેર, ઝાંસી, કોટા, પિલાનીમાં તાપમાન 48 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. આગ્રા, ભીલવાડા, દતિયા અને ગુનામાં પારો 47ની આસપાસ રહ્યો છે.

Read the Next Article

અલકનંદા નદીમાં ટેમ્પો ટ્રાવેલર ખાબકતા 2ના મોત, 18 યાત્રિકો હતા સવાર

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.

New Update
utn

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર આવેલા ઘોલથીર વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબમુસાફરોથી ભરેલો 18 સીટર ટેમ્પો ટ્રાવેલર રુદ્રપ્રયાગથી ઉપર ચઢી રહ્યો હતો,ત્યારે અચાનક ડ્રાઈવરનું વાહન પરથી નિયંત્રણ જતું રહ્યું અને વાહન સીધું અલકનંદા નદીમાં જઈ પડ્યું. આ દુર્ઘટનાને પગલે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અગસ્ત્યમુનિરતુડા અને ગોચર પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ દળો તથા SDRFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરીમાં જોડાઈ ગયું છે.SDRF દ્વારા દરિયામાં ખાબકેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છેજ્યારે કેટલાક ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ટેમ્પો ટ્રાવેલરમાં કુલ 18 મુસાફરો સવાર હતા. હાલ સુધીના અહેવાલ અનુસાર 2 લોકોના મોત નીપજ્યા છે,અને 7 લોકોને ઈજાઓ પહોંચી છે. પોલીસ અધિકારીઓ દ્વારા અકસ્માત અંગે વધુ માહિતી મેળવવા માટે તપાસ ચાલી રહી છે.