Connect Gujarat
દેશ

પ્રખ્યાત અભિનેતા જુનિયર મેહમૂદનું નિધન, કેન્સરને કારણે 67 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા..!

હિન્દી સિનેમામાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ચાર દાયકાથી વધુ સમયથી ફિલ્મી દુનિયામાં પોતાના અભિનયનો જાદુ સર્જનાર અભિનેતા જુનિયર મેહમૂદ હવે નથી રહ્યા.

પ્રખ્યાત અભિનેતા જુનિયર મેહમૂદનું નિધન, કેન્સરને કારણે 67 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા..!
X

હિન્દી સિનેમામાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ચાર દાયકાથી વધુ સમયથી ફિલ્મી દુનિયામાં પોતાના અભિનયનો જાદુ સર્જનાર અભિનેતા જુનિયર મેહમૂદ હવે નથી રહ્યા. અભિનેતાએ 67 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા કેટલાક સમયથી પેટના કેન્સરથી પીડિત હતા.

જુનિયર મેહમૂદના નામથી જાણીતા નઈમ સૈયદ પેટના કેન્સર સામે લડી રહ્યા હતા. તેનું ચોથું સ્ટેજ ચાલી રહ્યું હતું અને તેની હાલત એકદમ ગંભીર હતી. ગત રાત્રે લગભગ 2 વાગ્યે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. અભિનેતાના નિધનથી સિનેમા જગતને ઘેરો આઘાત લાગ્યો છે. જુનિયર મેહમૂદના મૃત્યુની પુષ્ટિ તેના એક મિત્રએ કરી છે.

ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં જુનિયર મહમૂદના પરિવારે તેના મૃત્યુની પુષ્ટિ કરી અને ચોથા સ્ટેજના કેન્સરને કારણે તે જે પીડામાંથી પસાર થયો તે વિશે જણાવ્યું. મહેમૂદના પુત્ર હુસ્નૈને કહ્યું, "અમને તેના ચોથા સ્ટેજના પેટના કેન્સર વિશે 18 દિવસ પહેલા જ ખબર પડી હતી. અમે તેને ટાટા મેમોરિયલ હોસ્પિટલ લઈ ગયા. ત્યાંના ડીને અમને કહ્યું કે આ તબક્કે સારવાર અને કીમોથેરાપી ખૂબ જ પીડાદાયક હશે." હોસ્પિટલે સૂચવ્યું કે અમે ઘરે તેની સંભાળ લઈએ."

Next Story