Connect Gujarat
દેશ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ આસામમાં નોંધાય FIR, CM હિમંતા બિસ્વા સરમાએ આપી જાણકારી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ આસામમાં નોંધાય FIR, CM હિમંતા બિસ્વા સરમાએ આપી જાણકારી
X

ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ આસામમાં પોલીસે FIR નોંધી છે. ખુદ મુખ્યમંત્રી હિમતા બિસ્વા સરમાએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું, "કોંગ્રેસના સભ્યો દ્વારા આજે હિંસા, ઉશ્કેરણી, જાહેર સંપત્તિને નુકસાન અને પોલીસકર્મીઓ પર હુમલાના સંદર્ભમાં, રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, કન્હૈયા કુમાર અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ કલમ 120 (બી) 143/147/188/283/353/332/333/427 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે."

આ પહેલા મંગળવારે (23 જાન્યુઆરી) રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશતા અટકાવવામાં આવી હતી. આ પછી કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો અને બેરિકેડ તોડી નાખ્યા. આ પછી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે ડીજીપીને કેસ નોંધવાની સૂચના આપવામાં આવી છે.

સરમાએ કેસ નોંધવા સૂચના આપી હતી

મુખ્ય પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું, "મેં આસામ પોલીસના મહાનિર્દેશકને રાહુલ ગાંધી સામે ટોળાને ઉશ્કેરવા બદલ કેસ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે."

તેમણે કહ્યું, “આ આસામની સંસ્કૃતિનો ભાગ નથી. અમે શાંતિપૂર્ણ રાજ્ય છીએ. આવી નક્સલવાદી રણનીતિઓ આપણી સંસ્કૃતિની તદ્દન વિરુદ્ધ છે. તમારા બેજવાબદાર વર્તન અને માર્ગદર્શિકાના ઉલ્લંઘનને કારણે, હવે ગુવાહાટીના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ છે.

Next Story