બાંગ્લાદેશની રાજધાની ઢાકાના સેગુનબાગીચા વિસ્તારમાં આવેલા સચિવાલયમાં બુધવારે બપોરે લગભગ 2 વાગ્યે આગ લાગી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ સૌથી પહેલા આગ સચિવાલયની બિલ્ડિંગ નંબર 7માં લાગી હતી. આ પછી આગ વિકરાળ બનીને ફેલાઈ હતી.આગના સમાચાર મળતાની સાથે જ ફાયર વિભાગની 8 ટુકડીઓ ઘટનાસ્થળે મોકલી હતી.
જો કે આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની વધુ 10 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.ફાયર બ્રિગેડના મીડિયા સેલના અધિકારી શાહજહાં શિકદારના જણાવ્યા અનુસાર ફાયર વિભાગને બપોરે 1:52 વાગે આગની માહિતી મળી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનો સવારે 1:54 વાગે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ રાત્રે 8.05 વાગે કાબુમાં આવી હતી.