બેંગ્લૂરૂમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો,આઠ મહિનાની બાળકી થઇ સંક્રમિત

દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઈરસની મહામારી બાદ હવે HMPV નામના વાયરસથ ચીનમાં ફફડાટ ફેલાયો છે. જોકે આ વાયરસનો પહેલો કેસ ભારતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

New Update
a
Advertisment

દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઈરસની મહામારી બાદ હવે HMPV નામના વાયરસથ ચીનમાં ફફડાટ ફેલાયો છે.

Advertisment

જોકે આ વાયરસનો પહેલો કેસ ભારતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. બેંગ્લુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં આ વાયરસ ડિટેક્ટ થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ગઈ જાણવા મળ્યા મુજબ એક ખાનગી હોસ્પિટલમાં આ વાયરસના કેસની પુષ્ટિ થઈ છે.HMPV સામાન્ય રીતે બાળકોમાં ડિટેક્ટ થાય છે. તમામ ફ્લૂ સેમ્પલમાંથી 0.7% HMPVના હોય છે. આ વાયરસનો સ્ટ્રેઈન શું છે તે હજુ જાણી શકાયું નથી.

આ વાયરસને હ્યુમન મેટાપ્યુમો વાઈરસ અથવા HMPV વાયરસ કહેવામાં આવે છેજેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખારાશવહેતું નાક અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાયરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

Latest Stories