અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન, પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ગર્ભગૃહમાં પીએમ મોદી સહિત પાંચ લોકો હાજર રહેશે.

New Update
અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન, પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ગર્ભગૃહમાં પીએમ મોદી સહિત પાંચ લોકો હાજર રહેશે.

નવા વર્ષની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે પણ તેનાથી વધુ લોકો 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે. રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં પીએમ મોદી સહિત પાંચ લોકો હાજર રહેશે.

પીએમ મોદી ઉપરાંત યુપીના રાજ્યપાલ આનંદી બેન પટેલ, સંઘ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રામ મંદિરના મુખ્ય આચાર્ય સત્યેન્દ્ર આ કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં હાજર રહેશે. જણાવી દઈએ કે પ્રાણ પ્રતિષ્ઠા સમયે ગર્ભગૃહનો પડદો બંધ રહે છે. જે બાદ રામલલાની મૂર્તિની આંખ પરથી પાટો હટાવ્યા પછી મૂર્તિને અરીસો બતાવવામાં આવે છે, જેથી ભગવાન પોતે પ્રથમ તેમનો ચહેરો જોઈ શકે.

આવતા મહિને અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા, શહેરના મુખ્ય માર્ગને સૂર્ય-થીમ આધારિત 'સૂર્ય સ્તંભો'થી શણગારવામાં આવી રહ્યો છે. આ સાથે જ અયોધ્યાના રામ પથ અને અન્ય મુખ્ય માર્ગો પર સ્થિત દુકાનોના શટરને હિન્દુ પ્રતીકોની કલાકૃતિઓથી શણગારવામાં આવ્યા છે. આ કલાકૃતિઓમાં મંદિરના આકારની સાથે જય શ્રી રામના નારા અને સ્વસ્તિક પ્રતીકોનો સમાવેશ થાય છે.

Read the Next Article

ભરૂચ : ઝઘડીયાના હરીપુરા નજીક રાજપીપળા તરફ જતી કારનો થયો અકસ્માત,બે લોકોના મોત ત્રણ ઇજાગ્રસ્ત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા નજીક કારને અકસ્માત નડ્યો, ભરૂચથી રાજપીપળા તરફ જઈ રહેલ ફોરવિલ કાર ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

New Update
MixCollage-27-Jul-2025-08-53-PM-5345

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા નજીક કારને અકસ્માત નડ્યો, ભરૂચથી રાજપીપળા તરફ જઈ રહેલ ફોરવિલ કાર ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત સર્જવાનું કારણ ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કે અન્ય કોઈ કારણોસર કાર ડિવાઈડર સાથે અથડાઈ સામેની સાઈડ પર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.

કારમાં સવાર બે મહિલાઓના ઘટના સ્થળે મોત થયા છે જ્યારે અન્ય ૩ લોગો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે અવિધા ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.  સરદાર પ્રતિમાને જોડતો માર્ગ ઘણા સમયથી બિસ્માર હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને આ ખરાબ રસ્તો નિર્દોષ લોકોના જીવનો ભોગ લઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તે જરૂરી બને છે.