સિક્કિમમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂરમાં સેંકડો ઘર અને રસ્તાઓ ધોવાયા

ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી પૂર્વોત્તર ભારત અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને લીધે સિક્કિમના ઉત્તર ભાગોમાં ભારે તબાહી મચાવી

New Update
ભૂસ્ખલન

ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી પૂર્વોત્તર ભારત અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને લીધે સિક્કિમના ઉત્તર ભાગોમાં ભારે તબાહી મચાવી છે. ભૂસ્ખલન અને પૂરમાં સેંકડો ઘર અને રસ્તાઓ ધોવાઈ ગયા છે. સૌથી વધુ નુકસાન મંગન જિલ્લામાં થયું છે.

અહીં 10 કલાકમાં 220 મિમીથી વધુ વરસાદ ખાબકતાં ગત વર્ષ 4 ઓક્ટોબર આવેલા ભીષણ પૂર બાદ બનેલો સાંગકલંગ પુલ પણ ગુરુવારે ધરાશાયી થયો હતો. તેના લીધે દજોન્ગુ, ચુંથથાંગ, લાચેન અને લાચુંગ સંપર્કવિહોણા થયા હતા. આ વિસ્તારોમાં હવે ન તો ફોન કનેક્ટિવિટી છે કે ન તો રસ્તા જેના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

Latest Stories