પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) DY ચંદ્રચુડે ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું- લોકશાહીમાં વિરોધની જગ્યા અલગ હોય છે. કેટલાક લોકો ન્યાયતંત્રના ખભા પર બંદૂક રાખીને આગ ચાંપવા માગે છે. તેઓ અદાલતોને વિપક્ષમાં ફેરવવા માગે છે, પરંતુ ન્યાયતંત્ર કાયદાઓની તપાસ કરવા માટે છે.હકીકતમાં, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા ન્યાયતંત્ર જે રીતે કામ કરી રહ્યું હતું તેના પર વાંધો ઉઠાવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે ન્યાયતંત્રનું કામ પણ વિપક્ષે પોતાના હાથમાં લીધું છે. અમે મીડિયા, તપાસ એજન્સી અને ન્યાયતંત્રનું કામ કરી રહ્યા છીએ.રાહુલના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા CJIએ કહ્યું- હું રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવા નથી માગતો, પરંતુ લોકોએ એવું ન માનવું જોઈએ કે ન્યાયતંત્રએ સંસદ કે વિધાનસભાઓમાં વિપક્ષની ભૂમિકા ભજવવી જોઈએ. આ એક ખોટી માન્યતા છે. આ બદલવું જોઈએ.