New Update
/connect-gujarat/media/media_files/2025/08/05/satyapal-malik-2025-08-05-14-58-43.jpg)
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ મલિકનું આજે નિધન થયું છે. દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં તેમણે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.તેઓ લાંબા સમયથી બીમારીથી પીડિત હતા. લાંબા સમયથી તેઓ કિડનીની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તબિયત વધુ બગડતા 11 મેના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
સત્યપાલ મલિકે ઓગસ્ટ, 2018થી ઓક્ટોબર,2019 સુધી જમ્મુ-કાશ્મીરના અંતિમ રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. તેમના કાર્યકાળ દરમિયાન પાંચ ઓગસ્ટ, 2019ના રોજ અનુચ્છેદ 370 રદ કરવામાં આવી હતી.
Latest Stories