મુંબઈ : નાગપુરની સેન્ટ્રલ જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવતા ગેંગસ્ટર અરુણ ગવળીને 18 વર્ષે મળ્યા જામીન

મુંબઈના ઘાટકોપરના નગરસેવક કમલાકર જામસાંદેકરની હત્યાના કેસમાં ગેંગસ્ટર અરુણ ગવળીને આજીવન કારાવાસની સજા અને 17 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો

New Update
Gangster Arun Gawli

મુંબઈમાં વર્ષ 2007માં હત્યાના એક કેસમાં જેલમાં 18 વર્ષ વિતાવ્યા પછી ગેંગસ્ટર અરુણ ગવળી બુધવારે નાગપુરની સેન્ટ્રલ જેલથી બહાર આવ્યો છે. સુપ્રીમ કોર્ટે અરુણ ગવળીની જામીન મંજૂર કરી છે.

મુંબઈના ઘાટકોપરના નગરસેવક કમલાકર જામસાંદેકરની હત્યાના કેસમાં તેને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે કહ્યું કેગવળીની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. અરુણ ગવળી પર મહારાષ્ટ્ર સંગઠિત અપરાધ નિયંત્રણ અધિનિયમ (મકોકા)ની જોગવાઈ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ગવળીએ બોમ્બે હાઈકોર્ટના 9 ડિસેમ્બર, 2019નાએ નિર્ણયને પડકાર આપ્યો હતો. જેમાં નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી આજીવન કારાવાસની સજા જાળવી રાખવામાં આવી હતી.અરુણ ગવળીએ મુંબઈના ભાયખલા વિસ્તારના દગડી ચાલીથી ચર્ચામાં આવ્યો હતો અને તેણે અખિલ ભારતીય સેનાની સ્થાપના કરી હતી. તે 2004થી 2009 સુધી મુંબઈના ચીંચપોકલી વિધાનસભા ક્ષેત્રથી વિધાયક પણ રહ્યો હતો. ઓગસ્ટ 2012માંમુંબઈની એક સેશન્સ કોર્ટે ગવળીને શિવસેનાના નગરસેવકની હત્યાના કેસમાં આજીવન કારાવાસની સજા સંભળાવી હતી અને 17 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

Latest Stories