/connect-gujarat/media/post_banners/8364ef2766d022a138e1d91caccea17dbdec9aae2ce785bfae77bf1fe17d4b5d.webp)
lolગાઝિયાબાદમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર મંગળવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. નોઈડામાં એક ખાનગી સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા છે. જેમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. બે લોકોની હાલત ગંભીર છે. આ અકસ્માત NH-9 પર રિપબ્લિક વિસ્તારમાં સવારે લગભગ 7 વાગ્યે થયો હતો.
મેરઠના ઈંચોલી પોલીસ સ્ટેશનના ધાનપુર ગામનો પરિવાર TUV કારમાં ખાતુ શ્યામના દર્શન કરવા જઈ રહ્યો હતો. કારમાં 4 બાળક પણ હતાં. ત્યાર બાદ દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર રોંગ સાઈડમાં આવી રહેલી સ્કૂલ બસ વિજય નગર ફ્લાયઓવર પાસે અથડાઈ હતી. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે.
પૂરપાટ ઝડપે બસ રોંગ સાઈડથી આવી રહેલી દેખાય છે. તે દરમિયાન સામેથી પણ પુરપાટ ઝડપે આવતી કાર હસ સાથે અથડાય છે. કારમાં સવાર લોકો ખરાબ રીતે ફસાઈ ગયા હતા. જેમને પોલીસે જેમતેમ કરીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. સદનસીબે, અકસ્માત થયો ત્યારે સ્કૂલ બસમાં કોઈ બાળકો ન હતા.