Connect Gujarat
દેશ

દેશનું સામાન્ય બજેટ સંસદમાં રજુ,નવી ટેક્સ સિસ્ટમ હેઠળ 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટમાં 8 વર્ષ બાદ આખરે આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

દેશનું સામાન્ય બજેટ સંસદમાં રજુ,નવી ટેક્સ સિસ્ટમ હેઠળ 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે
X

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટમાં 8 વર્ષ બાદ આખરે આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈન્કમટેક્સમાં 8 વર્ષ પછી મોટી રાહત આપી છે. હવે વાર્ષિક 7 લાખ રૂપિયા સુધીની આવક પર ઈન્કમટેક્સ ભરવો નહીં પડે. જોકે આ માત્ર નવા ટેક્સ સ્લેબ હેઠળ મળશે. હજુ પણ ઈન્કમટેક્સ રિટર્ન ભરવા માટે બે વિકલ્પ જોવા મળશે.અત્યારસુધી 2.5 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત હતી. છેલ્લી વખત 2014-15ના બજેટમાં આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.2019-20માં 8 કરોડ લોકોએ આવકવેરો અથવા કોર્પોરેટ ટેક્સ ભર્યો હતો. બજેટમાં નવા સ્ટાર્ટઅપને 3 વર્ષ માટે આપવામાં આવેલી ટેક્સ છૂટ યથાવત્ રાખવામાં આવી છે. જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ટેક્સ ફ્રી રહેશે. જો તમારી આવક 2.5થી 5 લાખની વચ્ચે છે, તો તમારે 5 લાખ - 2.5 લાખ = 2.5 લાખ રૂપિયા પર 5% ટેક્સ ચૂકવવો પડશે. જોકે ઇન્કમટેક્સ એક્ટ કલમ 87A નો લાભ લઈને તમે પણ 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પરનો ટેક્સ બચાવી શકશો.સરકાર 2.5 લાખથી 5 લાખ સુધીની કમાણી પર 5%ના દરે ઇન્કમટેક્સ તો વસૂલે છે, પરંતુ આ ટેક્સને ઇન્કમ ટેક્સ એક્ટના કલમ 87A હેઠળ માફ કરી દે છે, એટલે કે જો કોઈની વાર્ષિક ટેક્સેબલ આવક રૂપિયા 5 લાખ સુધીની હોય તો તેને કોઈ ઇન્કમ ટેક્સ ભરવો પડતો નથી, પરંતુ જો તમારી આવક 5 લાખ 10 હજાર રૂપિયા છે તો તમારે 10 હજાર રૂપિયા પર ટેક્સ ભરવાને બદલે 5.10 લાખ - 2.5 લાખ = 2.60 લાખ પર ટેક્સ ભરવો પડશે.

Next Story