Connect Gujarat
દેશ

દેશને 5મી વંદે ભારત ટ્રેનની ભેટ, વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે દેશને વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટ આપી છે.

દેશને 5મી વંદે ભારત ટ્રેનની ભેટ, વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું
X

ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે દેશને વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટ આપી છે. PM મોદીએ શુક્રવારે દક્ષિણ ભારતની પ્રથમ અને દેશની 5મી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. પીએમ મોદી બેંગલુરુના KSR રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા અને ચેન્નાઈ-મૈસુર વંદે ભારત ટ્રેન રજૂ કરી.

દેશની પાંચમી વંદે ભારત ચેન્નાઈ-બેંગલુરુ અને મૈસૂર રૂટ પર દોડશે. વંદે ભારત આ રૂટ પર લગભગ 500 કિલોમીટરનું અંતર કાપશે. આ ટ્રેન બુધવાર સિવાયના તમામ દિવસોમાં ચાલશે. ટ્રેન નંબર 20607 ચેન્નાઈ સેન્ટ્રલ સ્ટેશનથી સવારે 05:50 વાગ્યે ઉપડશે. તે બપોરે 12.20 કલાકે મૈસુર જંકશન પહોંચશે. આ દરમિયાન તે કટપડી જંક્શન, KSR બેંગ્લોર ખાતે રોકાશે. તે જ સમયે, વંદે ભારત મૈસુર જંક્શનથી બપોરે 1:5 વાગ્યે રવાના થશે. આ ટ્રેન તેના ગંતવ્ય સ્થાને ચેન્નાઈ સેન્ટ્રલ સ્ટેશને સાંજે 7.30 કલાકે પહોંચશે.

ચેન્નાઈ સેન્ટ્રલ સ્ટેશનથી મૈસુર જંકશન સ્ટેશનનું અંતર લગભગ 500 કિલોમીટર છે. વંદે ભારત લગભગ સાડા છ કલાકમાં યાત્રા પૂર્ણ કરશે. ચેન્નાઈથી બેંગ્લોર સુધીની સફર માત્ર સાડા ચાર કલાકમાં પૂર્ણ થશે. રેલવે અધિકારીએ જણાવ્યું કે આ ટ્રેન 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

વંદે ભારત એસી ચેર કારમાં ચેન્નઈ-મૈસુરની મુસાફરી માટે તમારે 1200 રૂપિયા ચૂકવવા પડશે. તે જ સમયે, એક્ઝિક્યુટિવ ચેર કાર સીટનું ભાડું 2295 રૂપિયા હશે.

આ પહેલા ચાર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. દેશની પ્રથમ વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી વારાણસી રૂટ પર શરૂ કરવામાં આવી હતી. બીજી વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી કટરા રૂટ પર શરૂ કરવામાં આવી હતી. આ પછી ગાંધીનગર-મુંબઈ રૂટ પર બીજી વંદે ભારત ટ્રેન શરૂ થઈ. ગયા મહિને પીએમ મોદીએ ઉના-નવી દિલ્હી રૂટ પર બીજી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.

Next Story