/connect-gujarat/media/post_banners/0121de9e057d2fc259817ac25268e91e42b8d40c8ad196de8b55f8e262618846.webp)
ગોવામાં ઈદનાં બીજા દિવસે બીચ પર ફરવા ગયેલ 4 લોકો ડૂબી જવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ સેલ્ફી લેવાના ચક્કરમાં ચારેય વ્યક્તિ ડૂબ્યાં હોવાનું સામે આવ્યું છે. જોકે સ્થાનિક પોલીસ દ્વારા અત્યાર સુધી 4 માંથી 2 વ્યક્તિઓનાં મૃતદેહને શોધી લેવાયા છે. આ તરફ અન્ય બે વ્યક્તિઓનાં મૃતદેહની તલાશ યથાવત છે. ગોવામાં ઈદના બીજા દિવસે ચાર સભ્યોના મોતથી મુસ્લિમ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. વાત જાણે એમ છે, રવિવારે સાંજે હરમલ કેરી બીચ પર સેલ્ફી લેતી વખતે ડૂબી જવાથી ચાર લોકોના મોત થયા હતા ઉત્તર ગોવાના હરમલ કેરીમાં 23 લોકોનું જૂથ પિકનિક માટે ગયું હતું. કેટલાક નાના બાળકો સેલ્ફી લેવા માટે ખડક પર ચઢી ગયા હતા. દરમિયાન આવી ઘટના બની હતી. જેમાં જોરદાર મોજા સાથે પાણીમાં પડતાં ચાર લોકો ડૂબી ગયા હતા.