સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! પગારમાં દર મહિને 4500 રૂપિયા વધારે મળશે

New Update

કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થા, મોંઘવારી રાહત, હાઉસ રેન્ટ અલાઉન્સમાં વધારો કર્યા બાદ હવે સરકારી કર્મચારીઓને વધુ એક ખુશખબર આપી છે. હકીકતે લાખો કેન્દ્રીય કર્મચારીઓ કોરોનાના કારણે હજુ સુધી ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ ક્લેમ નથી કરી શક્યા.

હવે તેમને તેના માટે ઓફિશયલ ડોક્યુમેન્ટની જરૂર પડશે. જણાવી દઈએ કે સાતમાં પગાર પંચ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના બાળકોને શિક્ષા પર 2,250 રૂપિયાનું એજ્યુકેશન એલાઉન્સ મળે છે. કોરોના લોકડાઉનના કારણે મોટા સંખ્યામાં સરકારી કર્મચારીઓ એજ્યુકેશન એલાઉન્સ ક્લેમ ન કરી શક્યા. કેન્દ્ર સરકારે આ એલાઉન્સ ક્લેમને સેલ્ફ સર્ટિફાઈડ કરી દીધુ છે. આ નિર્ણયથી કેન્દ્ર સરકારે 25 લાખ કર્મચારીને મોટી રાહત મળશે.

કાર્મિક વિભાગે આ વિશે ઓફિસ મેમોરેન્ડમ જાહેર કરી કેન્દ્રીય કર્મચારીઓને રાહત આપી છે. ઓફિસ મેમોરેન્ડમાં કહેવામાં આવ્યું છે કે આ મામલા પર નજર કર્યા બાદ પેરા 2 (B)માં રાહત આપતા સેલ્ફ સર્ટિફિકેશનની પરવાનગી આપી દીધી છે. એ એકેડમિક સેશન માર્ચ 2020થી માર્ચ 2021 માટે માન્ય હશે. એજ્યુકેશન એલાઉન્સમું ક્લેમ સંબંધિત કર્મચારીથી સેલ્ફ સર્ટિફાઈડ અને નિર્ધારિત તારીખ ઉપરાંત રિઝલ્ટ, રિપોર્ટ કાર્ડ, ફીસ પેમેન્ટના ઈ-મેલ, એસએમએસના પ્રિન્ટઆઉટ દ્વારા કરી શકાય છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓને 2 બાળકોના એજ્યુકેશન પર એલાઉન્સ મળે છે અને એલાઉન્સ પ્રતિ બાળક 2,250 રૂપિયા છે. સરળ ભાષામાં સજીયે તો બે બાળકો પર કર્મચારીઓને દર મહિને 4,500 રૂપિયા સેલેરી મળે છે. જો કર્મચારીને હજુ સુધી એકેજમિક સેશન માર્ચ 2020થી માર્ચ 2021 સુધી ક્લેમ નથી કર્યું તો તે હવે ક્લેક કરી શકે છે. તેના પર દર મહિને 4,500 રૂપિયાનું વેતન મળશે.

#Central Government Employee #government job #government employee #Central Govenment
Here are a few more articles:
Read the Next Article