Connect Gujarat
દેશ

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને સરકારે Z કેટેગરી સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો

અદાણી ગ્રુપના ચેરમેન અને એશિયામાં વિશ્વના ચોથા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે વીવીઆઈપી સુરક્ષા હેઠળ રહેશે

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને સરકારે Z કેટેગરી સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો
X

અદાણી ગ્રુપના ચેરમેન અને એશિયામાં વિશ્વના ચોથા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે વીવીઆઈપી સુરક્ષા હેઠળ રહેશે. કેન્દ્ર સરકારે ગૌતમ અદાણીને Z કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગૌતમ અદાણીની સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓએ એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપ્યો હતો, ત્યારબાદ મોદી સરકારે તેમને Z કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.

ગૌતમ અદાણીને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે જેમાં તેમની સુરક્ષામાં CRPF કમાન્ડો તૈનાત રહેશે. તેમને આખા દેશમાં સુરક્ષા પૂરી પાડવામાં આવશે અને આનો ખર્ચ તેમણે ઉઠાવવો પડશે. એવું માનવામાં આવે છે કે દર મહિને Z સિક્યોરિટી પર 15 થી 20 લાખ રૂપિયાનો ખર્ચ થશે.

Next Story