/connect-gujarat/media/media_files/JQCqPNpmHoYZUQ5rMEIU.jpg)
મોદી સરકારના ખાતાનું વિતરણ કરવામાં આવ્યુંછે અમિત શાહને ફરીથી ગૃહમંત્રી, રાજનાથ સિંહને સંરક્ષણ મંત્રી, નીતિન ગડકરીને માર્ગ અને પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા છે. એસ જયશંકર વિદેશ મંત્રાલયમાં જ રહેશે. શિવરાજ સિંહને કૃષિ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. મનોહર લાલ ખટ્ટરને ઉર્જા વિભાગ આપવામાં આવ્યો છે. નીતિન ગડકરીની સાથે રાજ્યના બે મંત્રીઓ પણ હશે.
અજય ટમ્ટા અને હર્ષ મલ્હોત્રાને માર્ગ મંત્રી અને પરિવહન રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. શપથગ્રહણ બાદ 23:30 કલાકે ખાતાની વહેંચણી કરવામાં આવી. અગાઉ, 2019માં 18 કલાક અને 2014માં 15.30 કલાકનો સમય લાગ્યો હતો. રવિવારે મોદીની સાથે 71 મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં 30 કેબિનેટ મંત્રીઓ અને 5 સ્વતંત્ર પ્રભારી મંત્રીઓ અને 36 રાજ્ય મંત્રીઓ સામેલ છે