હિમાચલઃ કુલ્લુ-મનાલીમાં 4 લોકો તણાયા, 828 રસ્તા બંધ, 4686 પાવર ટ્રાન્સફોર્મર અટકી ગયા

ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે.

New Update
હિમાચલઃ કુલ્લુ-મનાલીમાં 4 લોકો તણાયા, 828 રસ્તા બંધ, 4686 પાવર ટ્રાન્સફોર્મર અટકી ગયા

ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન, વાદળ ફાટવા, મકાન ધરાશાયી થવા, ઝાડ અને વીજળી પડવાને કારણે 34 લોકોના મોત થયા છે. સૌથી વધુ 11 મોત હિમાચલમાં થયા છે.

હિમાચલના મંડીમાં બિયાસ નદીના વહેણમાં 40 વર્ષ જૂનો પુલ ધોવાઈ ગયો છે. હિમાચલ પ્રદેશમાં ત્રીજા દિવસે પણ મુશળધાર વરસાદ ચાલુ છે. 6 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 828 રસ્તાઓ અવરજવર માટે બંધ છે. 4686 પાવર ટ્રાન્સફોર્મર ખરાબ થઈ ગયા છે. કુલ્લુમાં બે દિવસની સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે. ડીસીએ આ અંગે આદેશ જારી કર્યા છે. મનાલીમાં બેથી ત્રણ વોલ્વો બસો તણાય જવાના અહેવાલ છે. ચાર લોકો વહી જતા લાપતા છે.

કુલ્લુના અખાડા બજારમાં આવેલા બેઈલી બ્રિજને ભારે નુકસાન થયું છે. વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ઉના જિલ્લાના બંગણા સબડિવિઝનના વિવિધ વિસ્તારોમાં રવિવારે મોડી રાત્રે અને સોમવારે સવારે પડેલા અવિરત વરસાદને કારણે વાહનવ્યવહારને અસર થઈ છે. કેટલીક જગ્યાએ રહેણાંક મકાનો અને ગૌશાળા ધરાશાયી થયા છે.

વરસાદને કારણે બિયાસ નદીનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. નદીના કાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. બિયાસ કિનારે અનેક મકાનો અને હોટલો ધોવાઈ ગયા છે. પાર્વતી અને તીર્થન નદી અને અન્ય નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ છે. નદી કિનારે આવેલા ગામો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.

કુલ્લુ જિલ્લામાં બે દિવસથી અંધારપટ છે. રસ્તાઓ અને પીવાના પાણીનો પુરવઠો બંધ થવાથી લોકો અને પ્રવાસીઓ પરેશાન છે. સોમવારે સવારે મનાલીના કિસાન ભવનમાં ફસાયેલા તમામ 29 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તેમાં ઘણા પ્રવાસીઓ પણ હાજર છે.

Latest Stories