Connect Gujarat
દેશ

હિમાચલ : ભાજપે જાહેર કરી 62 ઉમેદવારોની યાદી, અનેક દિગ્ગજો કપાયા...

હિમાચલ પ્રદેશમાં 12મી નવેમબરે એક જ ફેઝમાં મતદાન કરવામાં આવશે, અને 8મી ડિસેમ્બરના રોજ પરિણામ આવશે

હિમાચલ : ભાજપે જાહેર કરી 62 ઉમેદવારોની યાદી, અનેક દિગ્ગજો કપાયા...
X

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં લોકતંત્રનો મહાપર્વ-ચૂંટણી નજીક છે. હિમાચલમાં તો મતદાનની તારીખ પણ જાહેર થઈ ગઈ છે, ત્યારે પ્રચારની સાથે સાથે હવે પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે.

ભારતીય જનતા પાર્ટી તરફથી પોતાના 62 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને સેરાજ બેઠક પરથી ઉતારવામાં આવ્યા છે, સાથે સાથે અનિલ શર્મા મંડી, જ્યારે સતપાલ સિંહ ઉના બેઠક પર દાવેદાર બનાવવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં 12મી નવેમબરે એક જ ફેઝમાં મતદાન કરવામાં આવશે, અને 8મી ડિસેમ્બરના રોજ પરિણામ આવશે. ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં કેન્દ્રીય ચૂંટણી કમિટીની બેઠક કરવામાં આવી હતી.




જેમાં પીએમ મોદી અને અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓએ લિસ્ટ પર મહોર મારી હતી. નોંધનીય છે કે, સામે પક્ષે કોંગ્રેસ પાર્ટી અત્યાર સુધીમાં 46 બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના પૂર્વ CM તથા ભાજપના વરિષ્ઠ નેતા પ્રેમકુમાર ધૂમલને ટિકિટ આપવામાં આવી નથી. ધૂમલના દીકરા અનુરાગ ઠાકુર મોદી કેબિનેટમાં સ્થાન ધરાવે છે. એટલું જ નહીં, અનુરાગ ઠાકુરના 74 વર્ષીય સસરા ગુલાબ સિંહ ઠાકુરની ટિકિટ પણ કાપી લેવામાં આવી છે.

Next Story