કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જમ્મુ-કાશ્મીર પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. સોમવારે શ્રીનગર પહોંચેલા ગૃહમંત્રીએ સ્ટેજ પર લાગેલા બુલેટ પ્રુફ ગ્લાસને હટાવતા કહ્યું કે હવે કાશ્મીરના લોકોએ પોતાના મનમાંથી ડર કાઢી નાંખવો જોઈએ.
સિવિલ સોસાયટીના લોકોને સંબોધિત કરતા શાહે કહ્યું કે કાશ્મીર હવે પ્રગતિના પંથે છે. હું બુલેટ પ્રુફ જેકેટમાં આપની વચ્ચે ઉપસ્થિત છું. તમારી સાથે દિલ ખોલીને વાત કરવા આવ્યો છું. 70 વર્ષ સુધી અહીંના યુવાઓને તેમના અધિકાર મળ્યા નથી. હવે તેમને બરાબરીના અધિકાર મળશે.
શાહે કહ્યું કે ફારુક સાહેબે ભારત સરકારને પાકિસ્તાન સાથે વાત કરવાની સલાહ આપી. હું ઘાટીના યુવાઓ સાથે વાત કરવા માંગુ છું. મેં ઘાટીના યુવાઓ સાથે દોસ્તી માટે હાથ લંબાવ્યો છે. શાહ આજે પુલવામા જિલ્લાના લેથપોરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF)કેમ્પની પણ મુલાકાત લેશે. તે જવાનોની સાથે ભોજન પણ લેશે અને કેમ્પમાં રહેશે.