ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસય્ ગુજરાત મુલાકાતે આવશે, અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

દેશના કેન્દ્રીય ગૃહમંત્રી વારતહેવારે ગુજરાતની મુલાકાતે આવતા હોય છે. ત્યારે આ ઉત્તરાયણમાં પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવનાર છે. જેમાં 14-15-16

New Update
amit shah
Advertisment

દેશના કેન્દ્રીય ગૃહમંત્રી વારતહેવારે ગુજરાતની મુલાકાતે આવતા હોય છે. ત્યારે આ ઉત્તરાયણમાં પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવનાર છે. જેમાં 14-15-16 જાન્યુઆરી અમદાવાદ, ગાંધીનગર, માણસા કાર્યક્રમમાં હાજરી આપનાર છે.

મળતી માહિતી મુજબ 14 જાન્યુઆરીએ રાણીપ, સાબરમતી, થલતેજમાં પતંગ ચગાવીને ઉતરાયણની ઉજવણી કરશે. તથા 15 જાન્યુઆરીએ કલોલમાં જાહેર કાર્યક્રમ માં હાજરી આપશે. ત્યારે 16 જાન્યુઆરીએ માણસામાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરનાર છે.કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવશે. 14,15,16 જાન્યુઆરી એમ 3 દિવસ અમિત શાહ ગુજરાતમાં રહેશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિત શાહ મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવશે. ગાંધીનગર સંસદીય વિસ્તારમાં 2-3 જગ્યાએ અમિત શાહ પતંગોત્સવમાં હાજરી આપશે.

Latest Stories