રાયગઢની ફાર્મા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 6 ના મોત..!

મહારાષ્ટ્રના રાયગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં મહાડ MIDCમાં ફાર્માસ્યુટિકલ બનાવતી કંપનીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.

રાયગઢની ફાર્મા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 6 ના મોત..!
New Update

મહારાષ્ટ્રના રાયગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં મહાડ MIDCમાં ફાર્માસ્યુટિકલ બનાવતી કંપનીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. જોકે હવે મૃત્યુઆંક વધી રહ્યો છે.

બ્લુ જેટ હેલ્થકેરમાં શુક્રવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોતની માહિતી સામે આવી છે. આ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે એનડીઆરએફની ટીમ ત્યાં છેલ્લે પહોંચી હતી. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. એક રિપોર્ટ અનુસાર, ઘટના સમયે કંપનીમાં હાજર 11 લોકોનો કોઈ પત્તો નથી.

#CGNews #India #Maharashtra #huge explosion #6 dead #Raigadh #pharma factory
Here are a few more articles:
Read the Next Article