ઈઝરાયલ-ઈરાન યુદ્ધની અસર, એરસ્પેસ બંધ થતા લંડન જતી ફ્લાઈટ ભારત પરત ફરી

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલી જંગ વચ્ચે હવે અમેરિકાએ પણ એન્ટ્રી મારી છે અને મધ્ય પૂર્વમાં એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું છે. આ કારણે, લંડન જતી ફ્લાઇટ આજે ચેન્નઈ એરપોર્ટ પર ઈમરજન્સી પરત થઈ હતી. 

New Update
flightt

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલી જંગ વચ્ચે હવે અમેરિકાએ પણ એન્ટ્રી મારી છે અને મધ્ય પૂર્વમાં એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું છે. આ કારણે, લંડન જતી બ્રિટિશ એરવેઝની ફ્લાઇટને આજે રવિવાર (22 જૂન) સવારે ચેન્નઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમરજન્સી પરત ફરવાની સ્થિતિ ઊભી થઈ હતી. 

ફ્લાઈટ નંબર BA276 ચેન્નઈથી સવારે 6:24 વાગ્યે ઉપડેલી ફ્લાઈટમાં કુલ 247 મુસાફરો અને 15 ક્રુ મેમ્બર સવાર હતા. જ્યારે ફ્લાઈટ બેંગલુરુ ક્રોસ કરીને અરબ સાગરની ઉપર હતુ, આ સમયે પાયલટને સૂચના મળે છે. જેમાં જણાવવામાં આવે છે કે, મધ્ય પૂર્વમાં એરસ્પેસના મુખ્ય ભાગો બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી ત્યાંથી લંડન જનારો માર્ગ અવરોધિત કરવામાં આવ્યો છે. 

ઈરાની ઠેકાણાઓ પર અમેરિકાના હુમલા બાદ મધ્ય પૂર્વ ભાગના અધિકારીઓેએ નાગરિક ઉડાન પર રોક લગાવી દીધી છે. જ્યારે ફ્લાઈટને ઍલર્ટ મળતાની સાથે ક્રુ મેમ્બરે ચેન્નઈ અને લંડન બંને એર ટ્રાફિક કન્ટ્રોલ સેન્ટરોનો સંપર્ક કર્યો હતો. જ્યારે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ વિમાનને ચેન્નઈ પરત લાવવાનો નિર્દેશ કર્યો હતો. આ પછી વિમાન સવારે આશરે 10 વાગ્યે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત પરત ફર્યુ હતુ અને મુસાફરોને ઉતારવામાં આવ્યા હતા. 

બ્રિટિશ એરવેઝે વિમાન પરત ફર્યાની પુષ્ટિ કરતું એક નિવેદન જાહેર કર્યુ છે. જેમાં જણાવ્યું છે કે, તે આગળની મુસાફરી માટે ઉપબલ્ધ વિકલ્પોનું મૂલ્યાંકન કરી રહી છે. એરલાઇને જણાવ્યું હતું કે, 'મુસાફરોની સલામતી અમારી પ્રથમ પ્રાથમિકતા છે. વૈકલ્પિક રૂટની પુષ્ટિ થયા પછી અથવા અસરગ્રસ્ત એરસ્પેસ ફરી કાર્યરત થયા બાદ વધુ વિગતો જાહેર કરાશે. એરસ્પેસ બંધ થવાને કારણે ચેન્નઈથી ગલ્ફ દેશોની ઘણી ફ્લાઇટ્સ પણ મોડી પડી હતી. કુવૈત, દોહા, દુબઈ, શારજાહ અને અબુ ધાબીની ફ્લાઇટ્સ મોડી પડી હતી.

Latest Stories