ST નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો

ગુજરાત સરકારે ST નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

author-image
By Connect Gujarat Desk
New Update
gujarat st

ગુજરાત સરકારે ST નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા સાથે 50 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાશ. આ મોંઘવારી ભથ્થામાં એરિયર્સની ચૂકવણી કરવાનો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. એસ ટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરી હવેથી 50% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. 

મંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરી માહિતી આપી હતી કે,  મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચૂકવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય થકી કુલ રૂ.125 કરોડથી વધુનો લાભ એસ. ટી નિગમના કર્મચારીઓને મળશે. આગામી ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે. 

મંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું છે કે,   રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલ દ્વારા એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૪% નો વધારો કરી હવેથી ૫૦% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં આવેલ છે. આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.  સંવેદનશીલ નિર્ણય થકી કુલ રૂ.૧૨૫ કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળવા પામશે. ટૂંક સમયમાં આ માટેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.

Read the Next Article

અમરનાથ યાત્રા શરૂ, બાબા અમરનાથના દર્શન કરવા જતા ભક્તોએ 'હર હર મહાદેવ'ના નારા લગાવ્યા

ગુરુવારે સવારે અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પથી ભક્તોનો પહેલો જથ્થો રવાના થઈ ગયો છે. બાબા અમરનાથના દર્શન કરવા જતા ભક્તોએ 'હર હર મહાદેવ'ના નારા લગાવ્યા.

New Update
ytra

ગુરુવારે સવારે અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પથી ભક્તોનો પહેલો જથ્થો રવાના થઈ ગયો છે.

બાબા અમરનાથના દર્શન કરવા જતા ભક્તોએ 'હર હર મહાદેવ'ના નારા લગાવ્યા. યાત્રા દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

પવિત્ર અમરનાથ ગુફા તરફ જઈ રહેલા શ્રદ્ધાળુ મનીષા રામોલાએ કહ્યું, "હું ખૂબ જ ખુશ છું... વ્યવસ્થા ખરેખર સારી છે. યોગ્ય દસ્તાવેજો અને માન્ય ઓળખપત્ર વિના કોઈને પણ પ્રવેશવાની મંજૂરી નથી. આ આપણી સલામતી માટે છે... કાશ્મીર આવવાનો અમારો હેતુ પ્રવાસ નથી પણ આ એક યાત્રા છે. અમારું ધ્યાન ફક્ત આ યાત્રા પર છે. હું મારા દેશ માટે પ્રાર્થના કરું છું કે દરેક સ્વસ્થ અને ખુશ રહે."

પહેલગામ બેઝ કેમ્પથી રવાના થનારા અમરનાથ યાત્રાળુઓના પહેલા બેચનો ભાગ રહેલા અન્ય એક યાત્રાળુએ કહ્યું, "અમે પહેલા બેચમાં (પહલગામથી) બાબા અમરનાથની યાત્રા પર છીએ. અમને આતંકવાદનો કોઈ ડર નથી અને અમે અમરનાથ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરીશું. સુવિધાઓ ઉત્તમ છે. અમે અમરનાથ શ્રાઇન બોર્ડના આભારી છીએ."

અમરનાથ યાત્રા અંગે, કાશ્મીરના વિભાગીય કમિશનર વિજય કુમાર બિધુરીએ કહ્યું, "આ યાત્રા ફક્ત ધાર્મિક યાત્રા નથી. સુરક્ષા દળો, કુલીઓ, તંબુઓ, દરેક સેવા પ્રદાતા તેમાં સામેલ છે. યાત્રાળુઓમાં ઉત્સાહ અજોડ છે. હું પ્રાર્થના કરું છું કે દરેકની ઇચ્છાઓ પૂર્ણ થાય અને કાશ્મીર અને દેશના બાકીના ભાગમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થાયી થાય."

પહેલગામ બેઝ કેમ્પથી રવાના થનારા અમરનાથ યાત્રાળુઓના પહેલા જૂથમાં સામેલ કવિતા સૈની નામની યાત્રાળુએ કહ્યું, "હું પહેલી વાર અમરનાથ યાત્રા પર આવી છું. અનુભવ ખૂબ જ સારો રહ્યો. અમને અહીંથી મેડિકલ સર્ટિફિકેટ અને નોંધણી મળી. બધાએ અમને ખૂબ મદદ કરી. દિલ્હી પોલીસ અને કાશ્મીર પોલીસે અમને ખૂબ મદદ કરી... હું પ્રાર્થના કરીશ કે આપણા દેશમાં શાંતિ અને સમૃદ્ધિ રહે અને તાજેતરમાં જે બન્યું તે ફરી ન બને."