Connect Gujarat
બિઝનેસ

GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો મહત્વ નિર્ણય,જાણો શું થશે સસ્તું

જીએસટી કાઉન્સિલની બેઠક પહેલાં દિવસે કેટલીક ગુડ્સ અને સર્વિસીઝ પર ટેક્સ રેટમાં બદલાવને મંજૂરી આપવામાં આવી

GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો મહત્વ નિર્ણય,જાણો શું થશે સસ્તું
X

જીએસટી કાઉન્સિલની બેઠક પહેલાં દિવસે કેટલીક ગુડ્સ અને સર્વિસીઝ પર ટેક્સ રેટમાં બદલાવને મંજૂરી આપવામાં આવી છે સાથે જ સોના અને કિંમત પથ્થરના ઇન્ટ્રા-સ્ટેટ મૂવમેન્ટ પર રાજ્યોને e-way બિલ જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી છે. ચંદીગઢમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 47મી બેઠકમાં યોજાઈ રહી છે.

જીએસટી પરિષદના 47મી બેઠકમાં કર્ણાટકના મુખ્યમંત્રી બોમ્મઇની અધ્યક્ષતાવાળી ગ્રુપે 5,000 રૂપિયા પ્રતિદિન થી વધુ ચાર્જ વાળી હોસ્પિટલના રૂમના ભાડા પર પાંચ ટકા જીએસટી લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બેઠકમાં રાજ્યના નાણામંત્રી દ્વારા સોંપવામાં આવેલા રિપોર્ટ પર જીએસટી પરિષદ વિચાર કરશે. તેમાં બે લાખ રૂપિયા ઉધીના સોના અને કિંમત પથ્થરની રાજ્યની અવરજવર માટે ઇ-વે બિલને અનિવાર્ય કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

વાર્ષિક 20 કરોડથી વધુનો કારોબાર કરનાર પણ તેમાં સામેલ કરવામાં આવશે. મંત્રીઓના ગ્રુપે પોસ્ટકાર્ડ અને 10 ગ્રામ વજન સુધીના કવરને છોડીને પોસ્ટ ઓફિસની તમામ સેવાઓ પર ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. પરિષદની 47 મી બેઠક મંગળવારે ચંદીગઢમાં શરૂ થઇ છે જે બુધવારે પુરી થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ બેઠક થઈ યોજાઈ રહી છે. આ દરમિયાન મંત્રીઓના ગ્રુપે ઘણી સેવા પર જીએસટી છૂટને પરત લેવાની પણ ભલામણ કરી છે. તેમાં દરરોજ 1,000 રૂપિયાથી હોટલ આવાસ સામેલ છે. તો બીજી તરફ માનવામાં આવી રહ્યું છે કે રાજ્યોને જૂન 2022 બાદ પણ વળતર ચાલુ રાખવાના મુદ્દે બેઠક ના બીજા દિવસે ચર્ચા કરવામાં આવશે. વિપક્ષી દળોના શાસન વાળા રાજ્ય જીએસટી કોમ્પેનશેસન રિઝિમને ચાલુ રાખવા અથવા પછી જીએસટી રેવેન્યૂ માં રાજ્યોની ભાગીદારીને 50 ટકા કરવાની માંગ કરી છે.

Next Story