સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, SC અને ST માં સબ કેટેગરી બનશે..!

સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી 2004 માં આપવામાં આવેલા 5 જજોનો ચુકાદો પલટાઈ ગયો છે.2004ના ચુકાદા અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે SC અને STમાં સબ કેટેગરી ન બનાવી શકાય.

supreme
New Update

સુપ્રીમકોર્ટે અનુસૂચિત જાતિ(SC) અને અનુસૂચિત જનજાતિ(ST) ને અનામત મુદ્દે એક મોટો ચુકાદો સંભળાવ્યો છે.

કોર્ટે કહ્યું કે SC અને ST માં સબ કેટેગરી બનાવવામાં આવી શકે છે. સાત સભ્યોની બંધારણીય બેન્ચે 6/1 થી આ ચુકાદો સંભળાવ્યો હતો. સીજેઆઈ ચંદ્રચૂડ સહિત જજોએ આ કેસમાં સમર્થન દર્શાવ્યું. 

સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી 2004 માં આપવામાં આવેલા જજોનો ચુકાદો પલટાઈ ગયો છે.2004ના ચુકાદા અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે SC અને STમાં સબ કેટેગરી ન બનાવી શકાય.

તેની સાથે જ કોર્ટે 2004 માં ઈવી ચિન્નૈયા મામલે આપેલા સુપ્રીમ કોર્ટના પાંચ જજોના ચુકાદાને પલટી નાખ્યો છે. વર્તમાન બેન્ચે 2004માં આપેલા એ ચુકાદાની અવગણના કરી દીધી છે.જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે SC/ST જનજાતિઓમાં સબ કેટેગરી ન બનાવી શકાય. 

 

 

#India #CGNews #Supreme Court #Important judgment #SC-ST
Here are a few more articles:
Read the Next Article