Connect Gujarat
દેશ

અયોધ્યામાં પ્રભુશ્રી રામને સૂર્ય તિલક કરાયુ,ભક્તો બન્યા ભાવ વિભોર

અયોધ્યામાં રામનવમી પર બપોરે 12 વાગ્યાથી રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું.

X

અયોધ્યામાં રામનવમી પર બપોરે 12 વાગ્યાથી રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા પછી રામલલ્લાનું આ પ્રથમ સૂર્ય તિલક છે. બપોરે 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં રામલલાને 3 મિનિટ માટે સૂર્ય તિલક લગાવવામાં આવ્યું હતું.આ માટે અષ્ટધાતુની 20 પાઇપમાંથી 65 ફૂટ લાંબી સિસ્ટમ બનાવવામાં આવી છે.

જેમાં ગર્ભગૃહમાંથી રામલલ્લાના લલાટ સુધી 4 લેન્સ અને 4 અરીસા દ્વારા કિરણો પહોંચ્યા હતા.મંદિરના કપાટ આજે સવારે 3.30 વાગ્યે ખુલ્યા હતા, સામાન્ય દિવસોમાં તે સવારે 6.30 વાગ્યે ખુલે છે. ભક્તો રાત્રે 11.30 વાગ્યા સુધી એટલે કે 20 કલાક સુધી દર્શન કરી શકશે.રામલલ્લા સદન ખાતે રામ જન્મોત્સવનો પ્રારંભ થયો છે. જગદગુરુ રાઘવાચાર્યે ભગવાન રામલલ્લાનો 51 કળશથી અભિષેક કર્યો હતો.

Next Story