Connect Gujarat
દેશ

કુલ્લુમાં તાસના પત્તાની માફ 30 સેકન્ડમાં એક પછી એક 7 ઇમારતો ધરાશાયી, 24 કલાકમાં 12ના મોત….

કુલ્લુ જિલ્લામાં ગુરુવારે સવારે 30 સેકન્ડની અંદર 7 ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

કુલ્લુમાં તાસના પત્તાની માફ  30 સેકન્ડમાં એક પછી એક 7 ઇમારતો ધરાશાયી, 24 કલાકમાં 12ના મોત….
X

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં ગુરુવારે સવારે 30 સેકન્ડની અંદર 7 ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. વહીવટીતંત્રે આ ઇમારતોને ત્રણ દિવસ અગાઉથી ખાલી કરાવી દીધી હતી. આસપાસની 2-3 ઈમારતો હજુ પણ જોખમમાં છે. અહીં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એસડીએમ અની નરેશ વર્માના નેતૃત્વમાં સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ધરાશાયી થયેલાં મકાનોની સંખ્યા સાતથી આઠ છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલના 3 જિલ્લા- શિમલા, મંડી અને સોલનમાં આજે તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેશે. હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તેમજ દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં મધ્યમ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Next Story