દક્ષિણ ગુજરાતમાં PM મોદીએ 44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

દક્ષિણ ગુજરાતમાં PM મોદીએ 44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
New Update

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજના ત્રીજા કાર્યક્રમમાં રાજ્યના દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં 12 વિભાગોના ₹44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું. નવસારીના વાંસી-બોરસીગામ ખાતેથી વિકસિત ભારતના સ્વપ્ન અને અમૃતકાળના સંકલ્પને સાર્થક કરતા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો, સાંસદસભ્યઓ અને ધારાસભ્યઓ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કર્યું હતું.

વડાપ્રધાનએ કાકરાપાર ન્યૂક્લિયર પાવર પ્લાન્ટના બે ‘મેડ ઈન ઈન્ડિયા’ ન્યૂક્લિયર રિએક્ટર રાષ્ટ્રને અર્પણ કર્યા હતા. તેમણે નવસારી ખાતે પીએમ મિત્ર પાર્કના કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. દેશનો આ પ્રકારનો આ પ્રથમ ટેક્સ્ટાઈલ પાર્ક છે, જે ટેક્સ્ટાઈલ ક્ષેત્રની સમગ્ર વેલ્યુ ચેઈનને સુદૃઢ્ બનાવીને લાખો રોજગારીનું નિર્માણ કરશે. આ ઉપરાંત, તાપી રિવર બેરાજ, વડોદરા-મુંબઈ એક્સ્પ્રેસ વે ના વિવિધ સેક્શનના કામો, રેલવે, સુરત મહાનગરપાલિકા અને SUDA ના વિકાસ કામો તથા આદિજાતિ કલ્યાણ અને જળ વ્યવસ્થાપનના અનેક કામો દક્ષિણ ગુજરાત માટે અણમોલ દેન સમાન બની રહેશે.

STORY BAND

- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રુ.44 હજાર કરોડથી વધુ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂર્હુત

- વડાપ્રધાનના હસ્તે કાકરાપારના બે નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ રાષ્ટ્રને સમર્પિત

- રૂ.22,500 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા બંને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ

- NHAI દ્વારા ₹10,070 કરોડથી વધુના ખર્ચે નિર્મિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેનો એક હિસ્સો શરૂ

- 10 વિવિધ વિભાગોના ₹5400 કરોડથી વધુના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ-ખાતમુહુર્ત થશે

- સુરત મહાનગરપાલિકા, SUDA અને DREAM સિટીના ₹5040 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

- રેલવે વિભાગના પણ ₹1100 કરોડથી વધુના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત

#India #ConnectGujarat #PM Modi #South Gujarat #inaugurated #Development works
Here are a few more articles:
Read the Next Article