છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં મેઘો વરસ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

New Update
ll

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

 હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે  દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં અત્યંત ભારે જ્યારે કચ્છ, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં અતિભારે અને બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 19 જુલાઈના રોજ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં અતિભારે જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થઇ શકે છે.

Latest Stories