ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 28 ટકાથી વધુ વરસાદ, 8 લોકોના મોત
દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ગુરુવારે પણ વરસાદનું જોર યથાવત રહ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ સરેરાશ કરતા 28 ટકા વધુ વરસાદ થઈ ચૂક્યો છે. જો કે ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદની ઘટ છે.
દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ગુરુવારે પણ વરસાદનું જોર યથાવત રહ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ સરેરાશ કરતા 28 ટકા વધુ વરસાદ થઈ ચૂક્યો છે. જો કે ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદની ઘટ છે.
ખાડીપૂરે હાલ સુરતની દશા બગાડી નાખી છે. બધી ગાડીઓ ડૂબવા લાગી છે, ભગવાનના મંદિરો પણ ડૂબ્યાં છે, લોકોના મકાનો ડૂબ્યાં છેઅને શહેરમાં હોડીઓ ફરતી થઈ ગઈ છે, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે.
મેઘરાજાનું આ વર્ષે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
મેઘરાજા સૌરાષ્ટ્રમાં અવિરત વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકામાં 15 ઈંચ વરસાદ ખાબક્યો હતો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
મોડાસામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર, 15મી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતનાભરુચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં અતિભારે વરસાદી માહોલ રહેશે.