New Update
/connect-gujarat/media/post_banners/e84560aeeb3c46d36ac5f38f8720c8f3656902668c64f72b850718e0e0d8ce4f.webp)
લોકસભા ચૂંટણીનો ધૂઆધાર પ્રચાર કરી રહેલા પીએમ મોદી આજે અયોધ્યા પહોંચ્યાં હતા અને ભગવાન રામના દર્શન કર્યાં હતા. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામના મંદિરના ઉદ્ધાટન બાદ પહેલી વાર પીએમ મોદી અયોધ્યા પહોંચ્યાં હતા. મંદિરમાં પીએમ મોદીએ પ્રભુ શ્રીરામના ચરણો દંડવત પ્રણામ કર્યાં હતા અને જીતના આશીર્વાદ લીધાં હતા. રામલલાના દર્શન બાદ પીએમ મોદીએ સીએમ યોગી સાથે 2 કિલોમીટર લાંબો રોડ શો પણ કર્યો હતો.
પીએમ મોદીના રોડ શોને લઈને અયોધ્યામાં ભારે ભીડ ભેગી થઈ હતી તેમાં વડીલોથી માંડીને યુવા અને નાના બાળકો પણ હાજર રહ્યાં હતા. પીએમ મોદીને આવેલા જોઈને લોકોમાં પણ અનેરો હરખ જોવા મળ્યો હતો.